જી.એસ.પી.સી. ના કૌભાંડને ઓએનજીસીમાં મર્જર કરવાના કાવત્રા સામે દેખાવો : 27-10-2016
- જી.એસ.પી.સી. નું રૂ.૨૦,૦૦૦/- કરોડનું કૌભાંડ અને તેને નવરત્ન કંપની ઓએનજીસીમાં મર્જર કરવાના ભાજપના કાવતરા સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના ૮ મહાનગરમાં વિરોધ પ્રદર્શિત દેખાવો યોજાયા.
- ચૂંટણી સમયે ઉદ્યોગપતિઓની મદદના બદલારૂપે અહેસાન ચૂકવવા ઓએનજીસી જેવી અબજો રૂપિયાની નફો કરતી નવરત્ન કંપની પણ ઉદ્યોગપતિઓને મોદી સરકાર ભેટ કરી દેશે.
ગુજરાત સરકારની કંપની જી.એસ.પી.સી. (ગુજરાત સ્ટેટ પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લીમીટેડ) નું ભાજપ સરકારે ઓ.એન.જી.સી. સાથે મર્જર કરવાનો નિર્ણય લેવાના ચક્રો ગતિમાન કર્યાં છે. તેનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૮ મહાનગરોમાં તા. ૨૭ ઓક્ટોબર, ૨૦૧૬ ગુરૂવારના રોજ વિરોધ પ્રદર્શિત કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત અબજો રૂપિયાનો નફો કરતી નવરત્ન કંપની ઓએનજીસી ને નુક્શાન પહોંચાડવા અને જીએસપીસી ખાતેના ભ્રષ્ટાચારને છાવરવા આ કૃત્યોને પ્રજા જાકારો આપશે. જી.એસ.પી.સી. નું રૂ.૨૦,૦૦૦/- કરોડનું કૌભાંડ છાવરવા માટે લેવાયેલ આ નિર્ણય રાષ્ટ્રના હિતમાં નથી. એટલું જ નહિ, રાષ્ટ્રની ઓ.એન.જી.સી. જેવી સંસ્થામાં ભારે ખોટ ધરાવતી જી.એસ.પી.સી.નું મર્જરનો વિચાર એ રાષ્ટ્રદ્રોહ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો