જિલ્લા-તાલુકા પંચાયત રીઝલ્ટ : 23-02-2018

રાજ્યમાં બનાસકાંઠા અને ખેડાની બે જિલ્લા પંચાયત અને સત્તર તાલુકા પંચાયતના આજે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસ પક્ષના પંચાયત સભ્યોને મોટી સંખ્યામાં ચૂંટીને સત્તા સોંપવા બદલ જનતાનો આભાર વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ૨ જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતના પરિણામોમાં કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર રાજયની સૌથી મોટી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષે ભવ્ય વિજય મેળવ્યો છે. બનાસકાંઠા જિલ્લાની દાંતા, પાલનપુર, વડગામ, ભાભર, કાંકરેજ, દાંતીવાડા, ખેડા જિલ્લાની કપડવંજ તાલુકા પંચાયત અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સદસ્યોને ભવ્ય વિજય અને જનસમર્થન-જનઆશીર્વાદ આપ્યા છે. ૨૦૧૩ માં કોંગ્રેસ પક્ષ શાસિત ૬ તાલુકા પંચાયત હતી જે ૨૦૧૮ માં ૮ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષે ઝળહળતો વિજય મેળવ્યો છે. જ્યારે બે તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે. ભાજપે ફક્ત ૭ જેટલી તાલુકા પંચાયત મેળવી શક્યુ છે એટલે કે ભાજપે રાજ્યની સૌથી મોટામાં મોટી બનાસકાંઠા જિલ્લાપંચાયત સહિત અન્ય પાંચ તાલુકા પંચાયત ગુમાવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note