જિલ્લા કોંગ્રેસની કારોબારી : કાર્યકરોને શક્તિ પ્રોજેક્ટમાં જોડવા આહ્વાન

વલસાડ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ દિનેશભાઇ પટેલની અધ્યક્ષતામાં મંગળવારે નાનાપોંઢા એપીએમસી હોલ ખાતે પ્રથમ કારોબારી સભા મળી હતી. આ સભામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી ડો. મોહંતી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. અને કોંગ્રેસના ‘શક્તિ પ્રોજેક્ટ’માં કાર્યકરોને જોડવા આહવાન કર્યુ હતું.

 વલસાડ જિલ્લા કોંગ્રેસ કમિટીની કારોબારીમાં નવનિયુક્ત પ્રમુખને આવકારવામાં આવ્યા હતા. આ સભામાં ડો. મોહંતીએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ દ્વારા તૈયાર કરાયેલા પોર્ટલ ‘શક્તિ’ સાથે કોંગ્રેસ કાર્યકરોના વોટર કાર્ડને કઇ રીતે એસએમએસ દ્વારા લીંક કરવા અને સભ્ય બનાવવા તેની સમજ આપી હતી. કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ બૂથ પ્રમુખ સાથે રાખી ‘શક્તિ’ પ્રોજેક્ટમાં જોડાવા આહવાન કરી ભાજપ સરકાર ઉપર પ્રહાર કરી રૃપિયો તળિયે જઇ રહ્યાની ચિંતા વ્યક્ત કરી હતી.  આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ મંત્રી મિલનભાઇ દેસાઇ, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઇ, ભાવનાબેન નાયક, ભોલાભાઇ પટેલ, શિવાજી પટેલ, વાપીના ખંડુભાઇ પટેલ વગેરેએ પણ પ્રસંગોચિત વકતવ્યો કહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ગુલાબભાઇ પટેલે કર્યું હતું અને આભારવિધિ રમેશભાઇ પાડવીએ આટોપી હતી.

http://sandesh.com/%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE-%E0%AA%95%E0%AB%8B%E0%AA%82%E0%AA%97%E0%AB%8D%E0%AA%B0%E0%AB%87%E0%AA%B8%E0%AA%A8%E0%AB%80-%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0%E0%AB%8B%E0%AA%AC%E0%AA%BE/