જવાનો શહીદ થઇ રહ્યા છે અને RSS ઇફ્તાર પાર્ટી કરી રહ્યું છે : કપિલ સિબ્બલ

હાલમાં પંપોરમાં થયેલા આતંકવાદી હુમલામાં 8 ભારતીય જવાનોના મોત થયા હતા. જે મુદ્દે કોંગ્રેસે રાષ્ટ્રની સુરક્ષા મુદ્દે ભાજપની ફરી એક વખત ટીકા કરી છે. કપિલ સબ્બિલે કહ્યું કે, દેશમાં સરહદ પર જવાનોની હત્યા થઇ રહી છે અને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(RSS) પાકિસ્તાનના હાઇકમિશનરને બોલવીને ઇફ્તાર પાર્ટી કરી રહ્યું છે. સરકારની આ વિદેશનીતિ સમજની બહાર છે.

પંપોર હુમલા અંગે કેન્દ્ર સરકારની ટીકા કરતાં કપિલ સિબ્બ્લે વડાપ્રધાન પર પણ પ્રહારો કર્યો હતા. તેમણે કહ્યું કે, અમે પણ પાકિસ્તાન સાથે વાતચીત કરી છે પરંતુ કયારેય બર્થ ડે પાર્ટીમાં કે લગ્નમાં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચ્યા નથી. અત્રે નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ 25 ડિસેમ્બરના પાક. વડાપ્રધાન નવાઝ શરીફના બર્થ ડે પર મુલાકાત લીધી હતી અને જે દરમિયાન શરીફની પૌત્રીના લગ્ન પણ હતા.

http://www.sandesh.com/article.aspx?newsid=3403599