જનવેદના કાર્યક્રમ – બાપુનગર વિધાનસભા : 27-03-2017

અમદાવાદ, બાપુનગર વિધાનસભા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત તા. ૨૬/૩/૨૦૧૭ સાંજે ૭-કલાકે, જનવેદના કાર્યક્રમ નું આયોજન બાપુનગર ચાર રસ્તે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યાં હતા. જનવેદના સંમેલનને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, એ.આઈ.સી.સી. ના મહામંત્રીશ્રી દિપકભાઈ બાબરીયા, પૂર્વ મેયર શ્રી હિમ્મતસિંહ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નેતાશ્રી દિનેશભાઈ શર્મા, ઉપનેતાશ્રી તોફિક ખાન પઠાણ સહિતના આગેવાનોએ સંબોધન કરીને ભાજપ સરકારની જનવિરોધી નિતીઓ પર આકરા પ્રહારો કર્યો હતા. જેમાં બાપુનગર વિધાનસભા તથા અમદાવાદ પૂર્વ વિસ્તારના  કાર્યકર્તાઓ ભાઈ-બહેનો સહિત  મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note