જનતાએ નવસર્જન ગુજરાતના હાથને સાથ આપ્યો છે : કોંગ્રેસ
ભાજપની નકારાત્મક વિચારધારાની રાજનીતિને મતદારોએ હરાવી : કોંગ્રેસમાં વિજયઉત્સવ
કોંગ્રેસના ગઢ ગણાતા ગાંધીનગરમાં ભાજપ જનમતથી તો જીતી શકતું નથી પરંતુ તડજોડના નકારાત્મક રાજકરણથી સત્તા છીનવી લે છે ત્યારે ગાંધીનગર જિલ્લાના મતદારોએ ભાજપની આ નકારાત્મક રાજનીતિને ઓળખી લીધી છે અને વિકાસના ઠાલા વાયદાઓ આપતી ભાજપને જાકારો આપ્યો છે. તો સાથે સાથે કોંગ્રેસના નવર્સજનના આ હાથને સાથ પણ આપ્યો છે.
જિલ્લા પંચાયતની ૩૦ બેઠકોમાંથી ૨૫ બેઠકોમાં વિજય મેળવ્યા બાદ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુર્યસિંહ ડાભીએ આ જીતને સ્થાનિક કક્ષાએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા, સર્વ સમિતિ, ટીમ સ્પીરીટ, જીતના સમીકરણો, કાર્યકરોની યથાગ્ મહેનત તેમજ નેતાઓના માર્ગદર્શન અને ઉમેદવારોની વ્યુહાત્મક રણનીતિને આભારી ગણી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ તરફથી છેલ્લા ઘણા વર્ષોથી પ્રજાને મુર્ખ બનાવવાની અને વિકાસના ઠાલા વચનો આપવાની નકારાત્મક રાજનીતિ રમવામાં આવતી હતી તેને પ્રજાએ ઓળખી લીધી છે અને જનમતથી કોંગ્રેસના નવસર્જન ગુજરાતના હાથને સાથ આપ્યો છે. ઉપરાંત પક્ષપલ્ટુ વિશે તેમણે જણાવ્યું હતું કે આવા તકસાધુ ઉમેદવારોને પ્રજાએ ઓળખી લીધાં છે અને તેમને જાકારો આપ્યો છે. આ સાથે જ ગાંધીનગર જિલ્લાના કલોલ, દહેગામ અને માણસા તાલુકાના કોંગ્રેસ ઉપર વિશ્વાસ મુકવા બદલ વિકાસની બાંહેધરી પણ તેમણે મતદારોને આપી છે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gandhinagar-sabarkantha-north-gujarat-congress-election-winner