છેલ્લા ચાર વર્ષનાં શાસનમાં ગુજરાત મોડેલને ગુનાખોરીમાં લથપથ કરનાર ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપેઃ કોંગ્રેસ : 19-07-2018

  • છેલ્લા ચાર વર્ષનાં શાસનમાં ગુજરાત મોડેલને ગુનાખોરીમાં લથપથ કરનાર ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપેઃ કોંગ્રેસ
  • ગુનાખોરીમાં ગુજરાતને નંબર-૧ બનાવનાર ભાજપ ૩૨૩૧ દુષ્કર્મના બનાવો છતાં ચૂપ કેમ ?! ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત રાજ્યમાં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારથી રાજધર્મની ઐસીતૈસી કરનાર ભાજપ સરકારનાં છેલ્લા ચાર વર્ષનાં શાસનમાં ગુનાખોરીએ માઝા મુકતાં દારૂની રેલમછેલ, અપહરણ અને હત્યાનાં છડેચોક બનતાં બનાવો વચ્ચે દુષ્કર્મનાં ૩૨૩૧ બનાવો ગુજરાત માટે કલંકરૂપ છે. કેબીનેટ મંત્રી નહીં બની શકનાર છ ફુટ ઊંચા ગૃહ રાજ્યમંત્રી કે મુખ્યમંત્રીને આ ક્રાઈમ રેટ દેખાતો નથી કારણ કે, તેમણે મોબ લિન્ચીંગ તેમજ દલિત – આદિવાસી સામેનાં અપરાધમાં બીજા નંબરે રહેલાં ગુજરાતને લોકસભાની ચૂંટણી પહેલાં જ નંબર – ૧ બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હોવાનું કોંગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note