ચોર્યાસી વિધાનસભાની પેટા ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરતા ધનસુખભાઈ રાજપૂત
સુરતના ચોર્યાસી વિધાનસભાની પેટા ચુંટણીના લોકલાડીલા ઉમેદવારશ્રી ધનસુખભાઈ રાજપૂતનું અખિલ ભારતીય કોંગ્રેસ પ્રવક્તા/અબડાસાના ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલ,ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડો. તુષારભાઈ ચૌધરી, સુરતના પૂર્વ મેયરશ્રી કદિરભાઈ પીરઝાદા, સુરત મહાનગર પાલિકાના પૂર્વ વિરોધ પક્ષનાનેતાશ્રી ભૂપેન્દ્રભાઈ સોલંકી, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી હસમુખભાઈ દેસાઈ તથા ગુજરાત કોંગ્રેસ ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ સુરતીયા ની અધ્યક્ષતામાં ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું.