ચુંટણીઓમાં BJP ના ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉપર જનતા મત આપે : અર્જુન મોઢવાડીયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી હંમેશા કોમવાદના ઘોડા ઉપર સવાર થઈને ચુંટણીઓ લડતી આવી છે. પરંતુ દિલ્હી અને બિહારની ચુંટણીઓએ સાબિત કરી દીધું છે ભાજપનો કોમવાદનો ઘોડો ઘરડો થઈને મરણ પથારીએ પડ્યો છે એટલે ગુજરાતની આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતની ચુંટણીઓ વીજળી, સડક, પાણી, ખેડૂતોને મગફળી અને કપાસના ભાવ, મોઘવારી, શિક્ષણની વ્યાપારીકરણ, બેરોજગારી, બે-લગામ ભ્રષ્ટાચાર અને કથળેલી કાયદો અને વ્યવસ્થાના મુદ્દા ઉપર લડશે અને ભાજપ સાફ થઇ જશે. તમામ તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, અને જીલ્લા / તાલુકા પંચાયતોમાં કોંગ્રેસ બહુમતી મેળવશે.
રાજકોટ મહાનગરપાલિકા માટે કોંગ્રેસ પક્ષનો ચુંટણી ઢંઢેરાની જાહેરાત કરવા માટે બોલાવેલ પત્રકાર પરિષદને સંબોધન કરતા શ્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષથી ભારતીય જનતા પાર્ટી દરેક ચુંટણીઓ રામમંદિરનું નિર્માણ, કાશ્મીરને જોડતી બંધારણની ૩૭૦ મી કલમની નાબુદી, સમાન સિવિલ કોડ, ગંગાજળનું વેચાણ, સહિતના કોમી મુદ્દાઓના પ્રચાર કરીને સત્તા મેળવતો હતો. વિકાસના મુદ્દાની વાત કરીને વિકાસના મુદ્દાને પાછળ છોડી દેતા હતા. દિલ્હીની ચુંટણીઓ વખતે મુઝફરનગરના દંગાઓ અને બિહારની ચુંટણીઓમાં બિફ-મટન ખાવા ન ખાવાના મુદ્દાઓ ઉપર દિવસો સુધી ચર્ચાઓ ચલાવી બિફ ખાનારને મારી નાખવા કે પાકિસ્તાન મોકલવાની વાત કરવામાં આવી હતી.
http://www.vishvagujarat.com/vote-keeping-bjp-corruption-issuers-in-mind-arjun-modhwadiya/