‘ચલો દિલ્હી’, ‘જય હિંદ’ અને ‘તુમ મુઝે ખુન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા’. : 23-01-2022

‘ચલો દિલ્હી’, ‘જય હિંદ’ અને ‘તુમ મુઝે ખુન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા’. જેવા જુસ્સાપ્રેરક દેશભક્તિના નારા આપનારા સુભાષચંદ્ર બોઝ ૧૯૩૮-૩૯ દરમ્યાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ હતા. મહાન નેતાજી સુભાષચંદ્ર બોઝને આજના તેમની જન્મ જયંતિ પ્રસંગે સવારે ૧૦-૩૦ કલાકે સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વરિષ્ઠ આગેવાનોએ પુષ્પાંજલી કર્યા બાદ રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના ૧૬ વિધાનસભા ક્ષેત્રમાં ટેબ્લો અને કોંગ્રેસના ધ્વજ સાથે યુવક કોંગ્રેસની બાઈક રેલીએ સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ સાથે રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note