ગોરા અંગ્રેજોની નિતી હતી કે, “ભાગલા પાડો અને રાજ કરો” આજના ભાજપના કાળા અંગ્રેજોની નિતી છે : 29-07-2017
ગોરા અંગ્રેજોની નિતી હતી કે, “ભાગલા પાડો અને રાજ કરો” આજના ભાજપના કાળા અંગ્રેજોની નિતી છે કે, ““ભાગલા પાડો, અહંકારને પોષો-જનમતને લૂંટો અને રાજ કરો”” બળપૂર્વક, ષડયંત્રપૂર્વક કોઈ પણ રીતે જનમતનું હનન કરીને ભાજપ પોતાની જીત નિશ્ચિત કરી રહી છે. ભાજપનું લક્ષ્ય એક જ છે કે સત્તાનો મરજી મુજબ ઉપયોગ કરવો, પછી ભલે પ્રજાતંત્રને બેહાલ થઈ જાય. દુર્ભાગ્ય એ છે કે પાખંડીયો અને સત્તાના વેપારીઓ દ્વારા લોકતંત્રની હત્યા થઈ રહી છે, એ ખરાબ પ્રકારનું કૃત્ય મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમિ ગુજરાતમાં ભાજપ આચરી રહી છે. “આયારામ-ગયારામ, તોડ-ફોડ, હેર-ફેર અને જનમતની લૂંટ” એ જ ભાજપનો ચાલ, ચહેરો અને ચરિત્ર બની ગયો છે. લોકશાહીની ખુલ્લેઆમ હત્યા અને નિલામી સામાન્ય વાત બની ગઈ છે અને પ્રજાએ આપેલા જનમતને લૂંટીને સત્તાના અહંકારને નવી ઓળખ ભાજપે બનાવી છે. જે અંગે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ચિન્હ પર ગુજરાતની પ્રજાએ જનાધારા આપ્યો અને ધારાસભ્ય બન્યા પણ ફક્ત અને ફક્ત વ્યક્તિગત સ્વાર્થ ખાતર ભાજપમાં જોડાયેલા શ્રી બલવંતસિંહ રાજપૂતનું પૂતળુ સિધ્ધપુરની પ્રજાએ બાળીને રોષ વ્યક્ત કર્યો હતો. એ જ રીતે અમદાવાદમાં પણ પ્રદેશ સમિતિ ખાતે પૂતળાદહન કરવામાં આવ્યું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો