ગુણોત્સવના આંચકાજનક પરિણામો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે ચિંતાજનક : 23-07-2021
રાજ્યની ૩૦,૬૮૧ સરકારી પ્રાથમિક શાળામાં ગુણોત્સવના આંચકાજનક પરિણામો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે ચિંતાજનક છે.રાજ્યના શિક્ષણ વિભાગની નિષ્ફળતા – નિતિ – નિયત દિશા વિહીનતા પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશી જણાવ્યું હતું કે, ગુણોત્સવ ૨.૦ માં ગુજરાતની સરકારી સ્કૂલોની ગુણવત્તાની પોલ ખુલી, A+ ગ્રેડની માત્ર ૧૪ શાળાઓ જ આવી. રાજ્યની સરકારી સ્કૂલોનું ખુદ શિક્ષણ વિભાગના જ સર્વે માં B-ગ્રેડ મળ્યો. સરેરાશ પરિણામ ૫૭.૮૪ ટકા જ આવતા B-ગ્રેડ, ૭૬ ટકા શાળાઓમાં ઉપચારત્વક શિક્ષણ ન થયું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો