ગુજરાત હાઈકોર્ટના ઈ.બી.સી. ક્વોટા રદ્દ કરવાના આદેશ અંગે પ્રતિક્રિયા : 04-08-2016
ગુજરાત હાઈકોર્ટના ઈ.બી.સી. ક્વોટા રદ્દ કરવાના આદેશ અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ-યુવાનોને શિક્ષણ અને રોજગારનો અધિકાર મળે તે માટે ઈ.બી.સી. ક્વોટા અંગે ક્યારેય ગંભીર નહોતી. ભાજપ સરકારમાં તમામ ક્ષેત્રમાં તંત્ર ખોરવાયેલ છે. શિક્ષણ, આરોગ્ય, રોજગારી સહિત તમામ ક્ષેત્રે ભાજપ સરકાર નિષ્ફળ નિવડી છે. ભાજપ શાસનમાં પોતાના હક્ક અને અધિકાર માટે લડતા પાટીદાર સમાજ, દલિત સમાજ, આદિવાસી સમાજ, ખેડૂત સમાજ હોય કે શ્રમિક હોય તમામ પર દમન ગુજારવામાં આવે છે. કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. સરકારના પ્રવક્તા મંત્રીશ્રી નિતિન પટેલ મુખ્યમંત્રી પદના મોહમાં ખોટા આક્ષેપો કરીને પ્રજાનું ધ્યાન ભાજપ સરકારની નિષ્ફળતાથી હટાવવા માંગે છે. ભાજપ સરકાર જુદી-જુદી જાહેરાતો કરીને તમામ સમાજમાં ભ્રામક્તા ઉભી કરી રહ્યું છે ત્યારે ભાજપનો જનવિરોધી ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પડી ગયો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો