ગુજરાત રાજ્યના પૂર્વ નાણાં પ્રધાન શ્રી સનત મહેતાના દુ:ખદ અવસાન : 20-08-2015

ગુજરાત રાજ્યના પૂર્વ નાણાં પ્રધાન શ્રી સનત મહેતાના દુ:ખદ અવસાન નિમિત્તે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીએ શોકની લાગણી વ્યક્ત કરતા શ્રી સનત મહેતાને ગરીબના મસીહા તરીકે ઓળખાવ્યા હતા.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખશ્રી રાહુલ ગાંધીએ સ્વ. શ્રી સનત મહેતાને શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યું હતું કે, સમાજે એક અદના કાર્યકર અને કામદારો તેમજ શ્રમિકોના હક્ક માટે લડતા યોદ્ધા ગુમાવ્યા છે.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધીના રાજકીય સચિવશ્રી અહેમદ પટેલ શ્રી સનત મહેતાના અવસાન પ્રત્યે દુ:ખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, ગુજરાતે સાચો કામદાર આગેવાન, અર્થશાસ્ત્રી તેમજ એક સારો આયોજનકાર ગુમાવ્યા છે. સરદાર સરોવર નિગમના પ્રથમ ચેરમેન તરીકેની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note