ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ.દ્વારા આસીસ્ટન્ટ રજીસ્ટ્રારશ્રીને આવેદનપત્ર : 14-10-2015
આજ રોજ ગુજરાત યુનીવર્સીટી ખાતે એન.એસ.યુ.આઈ.દ્વારા આસીસ્ટન્ટ રજીસ્ટ્રારશ્રી રાજેશભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાત યુનીવર્સીટી દ્વારા બેફામ રીતે સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને મંજુરી આપવામાં આવી રહી છે. જયારે આ વર્ષે પાંચ વર્ષ માટે ઇન્ટીગ્રેટેડ લો માં સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને મંજુરી આપવામ આવી છે. જેમાં વાર્ષિક ફી રૂ.૧,૨૫,૦૦૦/- કરતાં વધુ છે. છતાં કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી રૂ.૫,૦૦૦/- ડેવલોપમેન્ટ ફી ના નામે ઉઘરાવી ઉઘાડી લુંટ ચલાવવામાં આવી રહી છે. જેના વિરોધમાં એન.એસ.યુ.આઈ. દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ફી ઓછી કરવામાં આવે અથવા તો રૂ.૫,૦૦૦/- ફી લેવાનું બંધ કરવામાં આવે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો