ગુજરાત યુનીવર્સીટીના ભાવનો અને મુખ્ય બિલ્ડીંગમાં વીજપુરવઠો ખોરવાતા : 24-07-2019
ગુજરાત યુનીવર્સીટીના ભાવનો અને મુખ્ય બિલ્ડીંગમાં વીજપુરવઠો ખોરવાતા તબીબી વિદ્યાશાખા(MBBS) અને ફિજીયોથેરાપીના ૮૦૦ થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પરીક્ષા દરમ્યાન ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરીક્ષા સમયે જ વીજળી ગુલ થતા પરીક્ષા આપનાર વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓમાં ચિંતા વ્યાપી હતી. ગુજરાત યુનીવર્સીટીના સતાધીશોને ૨૦૦ કરોડ રૂપિયાના ટેન્ડરોમાં જેટલી અગ્રીમતા-પ્રાથમિકતા અને રસ દાખવી રહ્યા છે તેટલો રસ ઈમરજન્સી વ્યવસ્થા માટે, વૈકલ્પિક વીજપુરવઠા માટે જનરેટર ની વ્યવસ્થા હોત તો વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓને પરીક્ષા સમયે હાલાકીનો સામનો કરવાની પરિસ્થિતિનું નિર્માણ ના થાત.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો