ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ અને સત્તાધીશો વારંવાર દર વર્ષે કરોડો રૂપિયા : 03-08-2016
ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ અને સત્તાધીશો વારંવાર દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચીને કોમ્પુટરાઈઝશન અને ડીઝીટલ યુનીવર્સીટીની વાતો કરે છે. પણ હકીકતમાં યુનીવર્સીટી માં અભ્યાસ કરતા ૩ લાખ થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષાની પૂર્વ તૈયારી માટે માર્ગદર્શક જૂના પ્રશ્નપત્રો સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ ન થવાથી વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થઇ રહ્યા છે. ત્યારે યુનીવર્સીટીના સત્તાધીશો મોટી મોટી જાહેરાતોને બદલે તાકીદે વેબસાઈટ પર જૂના પ્રશ્નપત્રો અને માહિતી ઉપલબ્ધ કરાવે તેવો માંગ કરતા ગુજરાત એન.એસ.યુ.આઈ.ના પ્રવક્તા ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનીવર્સીટી સંલગ્ન ૩૦૦ થી વધુ કોલેજોમાં ત્રણ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ પાસેથી યુનીવર્સીટી દર ૬ માસે સેમેસ્ટર પરીક્ષાના નામે પરીક્ષા ફી પેટે કરોડો રૂપિયા એકત્ર કરે છે પણ આ ત્રણ લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ઉપયોગી માર્ગદર્શન મળે તે માટે જૂના પ્રશ્નપત્રો પણ ઉપલબ્ધ કરાવી શકવામાં યુનીવર્સીટી સત્તાધીશો સદંતર નિષ્ફળ ગયા છે. હાલ યુનીવર્સીટીની સત્તાવાર વેબસાઈટ પર જૂના પ્રશ્નપત્રો ઉપલબ્ધ નથી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો