ગુજરાત યુનીવર્સીટીનાં સતાવાળાઓ પ્રવેશ પ્રક્રિયાને મજાક બનાવી દીધી

ગુજરાત યુનીવર્સીટીનાં સતાવાળાઓ પ્રવેશ પ્રક્રિયાને મજાક બનાવી દીધી છે. ખાસ કરીને વિજ્ઞાન વિદ્યાશાખામાં સૌ પ્રથમ કોઈ પણ જાતના નિયમો ચકાસ્યા વિના ખાનગી કોલેજોની રાતોરાત મંજુરી આપી દીધી. ત્યારબાદ આ ખાનગી કોલેજોને વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે એ માટેની ગોઠવણી કરી આપી. આ છે ગુજરાત યુનીવર્સીટીના ભ્રશ્ત્રચારી શાસકો ! ગુજરાત યુનીવર્સીટીના સત્તાધીશોએ ખાનગી કોલેજોના સંચાલકોની ગોઠવણી સામે આજ રોજ એન.એસ.યુ.આઈ. સેનેટ સભ્ય અને પ્રદેશ મંત્રીશ્રી પ્રવીણ વણોલ, શ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા, શ્રી હસમુખ ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વાલીઓ દ્વારા ઉહાપોર કરવામાં આવ્યો હતો. ખાનગી કોલેજોને બેઠકો ભરતા પહેલા ગ્રાન્ટેડ કોલેજોની બેઠકો પુરેપુરી ભરવી જોઈએ. એવી માંગણી સાથે પ્રવેશ સમિતિના સભ્યો પાસે જવાબ ન હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note