ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ : 15-06-2018
ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. યુનિવર્સિટીના પરીક્ષા ખર્ચમાં દર વર્ષે કરોડો રૂપિયાનો વધારો થઈ રહ્યો છે. આશ્રર્યની વાત એ છે કે વિદ્યાર્થીઓની સંખ્યાઘટી રહી છે અને પરીક્ષાનો ખર્ચ વધી રહ્યો છે. પરીક્ષા ખર્ચમાં દર વર્ષે ત્રણથી ચાર કરોડનો વધારો થઈ રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચમાં વધારા બાદ પણ પરીક્ષા વિભાગની કામગીરીમાં કોઈ સુધારો થયો નથી. રાજ્યની યુનીવર્સીટીઓમાં પરીક્ષા ખર્ચના બેફામ વધારા સાથે નાણાંકીય પારદર્શિતાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા ખર્ચમાં થઈ રહેલો સતત વધારો ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. દર વર્ષે પરીક્ષા ખર્ચમાં બેથી ત્રણ કરોડનો વધારો થઈ રહ્યો છે. 2011-12 યુનિવર્સિટીનો પરીક્ષા ખર્ચ 11.82 કરોડ હતો તે વધીને 2015-16માં 23.19 કરોડે પહોંચ્યો છે. એટલે કે પાંચ વર્ષમાં પરીક્ષાના ખર્ચમાં 12 કરોડનો વધારો થયો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો