ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત “લોકશાહી વિજય વિશ્વાસ સંમેલન”
ગુજરાત યુનિવર્સિટી કન્વેશન સેન્ટર ખાતે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા આયોજિત “લોકશાહી વિજય વિશ્વાસ સંમેલન” યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી શ્રી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી. યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમરીંદર રાજા બ્રાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી સિદ્ધાર્થ પટેલ, ગુજરાત પ્રદેશના મહામંત્રીશ્રી ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી ગુલાબસિંહ રાજપૂત, ધારાસભ્યશ્રીઓ શ્રી શૈલેશ પરમાર, શ્રી બળદેવજી ઠાકોર, મહેન્દ્રસિંહ બારૈયા, રાજેન્દ્રસિંહ ઠાકોર, કામિનીબા રાઠોડ, પૂર્વ સાંસદ શ્રી પ્રભાબેન તાવીયાડ, શ્રી સાગર રાયકા, શ્રી હિંમતસિંહ પટેલ, સહીતના આગવેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં રાજ્યમાંથી 10 હજાર થી વધુ યુવાનો જોડાયા હતા