ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાજ્ય સભાના સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદ : 18-09-2022

  • ચિત્તા આપણી ધરતી પર આવે તેનો આપણને સૌને આનંદ છે. પરંતુ એ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે, દેશના ૭૦ વર્ષમાં કોઈએ પ્રયત્ન ના કર્યો અને ૭૨ વર્ષ પછી ભારતની ધરતી પર પહેલીવાર ચિત્તા આવી રહ્યાં છે, તે સદંતર જુઠ્ઠાણું : શક્તિસિંહ ગોહિલ
  • ગુજરાતમાં ૨૦૦૯માં આપણા ગીરના સિંહોને સિંગાપુરને આપીને સામે ચાર ચિત્તા (બે નર અને બે માદા) લાવવામાં આવ્યા હતા જેમાંના એકપણ આજે હયાત નથી : શક્તિસિંહ ગોહિલ

રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાજ્ય સભાના સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી આપણા સૌના પ્રધાનમંત્રીશ્રી છે. પ્રધાનમંત્રી એ કોઈ પોલીટીકલ પાર્ટીના માધ્યમ નથી પરંતુ દેશના પ્રધાનમંત્રી છે અને આજ સુધી આપણે ગૌરવ પૂર્વક કહી શકીએ છીએ ભૂતકાળમાં જેટલા પણ પ્રધાનમંત્રીશ્રીઓ થઈ ગયા તેમણે ખુરશીની ગરીમા જાળવી છે અને તે જગ્યા પરથી કદી જુઠ્ઠુ બોલાય નહી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

HR PRESSNOTE_18-9-2022