ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિત ચાવડાએ પ્રેસ મિડિયા સાથે… : 17-11-2021
- ભારત દેશમાં અને ગુજરાતમાં ગાંધી વિચારધારા પર ગોડસેની વિચારધારા પ્રસ્થાપિત કરનારાઓનો ઉદ્દેશ્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ અને જનતા કદી સફળ નહિ થવા દે – અમિત ચાવડા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિત ચાવડાએ પ્રેસ મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં ગુજરાતમાં અને એ પણ ગાંધી – સરદારની ભૂમિ પર ગાંધી વિચારને ખતમ કરીને ગોડસેની વિચારધારાનું જે શાસન ચાલે છે એનો પ્રત્યક્ષ પુરાવો એ છે કે જામનગરમાં કેટલાક હિંદુ સેનાના નામે ભાજપ સમર્પિત લોકો દ્વારા ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવે છે અને એનો ઢંઢેરો પીટવામાં આવે છે કે, અમે ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરવાના છીએ, જેનાથી જે થાય તે કરી લે અને કાયદા વિરૂદ્ધ જઈને આ પ્રતિમા પ્રસ્થાપિત થતી હોવા છતાં ભાજપ સરકારના નેતાઓ, તેમનું તંત્ર અને પ્રશાસન મુખપ્રેક્ષક બની ગાંધીની ભૂમિ ઉપર ગાંધીના હત્યારા ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત થવા દે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો