ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદ : 10-11-2021

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગાંધી – સરદારની ભૂમિ ગુજરાત સુખ, શાંતિ, સલામતી અને ભાઈચારા માટે આખા વિશ્વમાં ઓળખાય છે. ભારતીય જનતા પાર્ટીના લાંબા શાસન પછી આજે ગુજરાતમાં શિક્ષણ મોંઘુ થયુ, શિક્ષણનું વ્યાપારીકરણ થયું, લાખોની સંખ્યામાં યુવાનો બેરોજગાર છે. તેઓને રોજગાર આપવાને બદલે આ યુવાનોને નશાના રવાડે ચડવા માટે કોઈ જવાબદાર હોય તો તે ભાજપના શાસકો જવાબદાર છે. છેલ્લા પાંચ મહિનામાં જ ગુજરાતમાં લગભગ ૨૪ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય, એ સ્પષ્ટ બતાવે છે કે જે છપ્પનની છાતીની વાતો કરતા હતા તે છપ્પનની છાતી વાળી સરકાર ગુજરાતની સરહદો તો સાચવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહી છે પણ ગુજરાતના દરિયાકાંઠાને ડ્રગ્સનો અડ્ડો બનાવવામાં ચોક્કસ સફળ થઈ છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note Press Note