ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીને પ્રમુખપદ પર જવાબદારીના ૧ વર્ષ ના અનુસંધાને… : 08-03-2016

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીને પ્રમુખપદ પર જવાબદારીના ૧ વર્ષ ના અનુસંધાને રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયત – તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને પક્ષની સફળતા, માર્ગદર્શન, પ્રજાલક્ષી કાર્યક્રમો બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી તરીકેના કાર્યભાર બાદ યોજાયેલ કાર્યક્રમમાં પક્ષના કાર્યકરો, આગેવાનોના સક્રિય સહયોગ, જોમ-જુસ્સા સાથે નવસર્જન ગુજરાત માટે સૌ કાર્યકરો આગેવાનો ટીમ કોંગ્રેસ તરીકે ભાજપના જુઠ્ઠાણા અને ભ્રષ્ટાચારને ખુલ્લા પાડવા લડતનું આહવાન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, તમામ આગેવાનો અને કાર્યકરોના સાથ સહકાર અને સક્રિયતાથી ૨૩ જિલ્લા પંચાયત અને ૧૩૬ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનો ભવ્ય વિજય થયો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note