ગુજરાતમાં ૩૫ લાખ બેરોજગારો ગપ્પા નહીં, વાસ્તવિક્તા : 22-11-2017
- ગુજરાતમાં ૩૫ લાખ બેરોજગારો ગપ્પા નહીં, વાસ્તવિક્તા રોજગાર કચેરીમાં નોંધાયેલા ૭ લાખ બેરોજગારો ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં બંધ થયેલી ફેક્ટરીઓ અને ઉદ્યોગો ઉપરાંત જીએસટીના કારણે બેરોજગારોની સંખ્યા ૩૫ લાખથી વધારેઃ ડૉ. હિમાંશુ પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ૩૫ લાખ બેરોજગાર હોવાની કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કરેલી વાતને ગપ્પા કહીં યુવાનોની ક્રુર મજાક કરી છે. મુખ્યમંત્રીના આ ગપ્પાને પડકાર ફેંકતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતની રોજગાર કચેરીમાં નોંધાયેલા ૭ લાખ જેટલા બેરોજગારો ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં બંધ થયેલી ફેક્ટરીઓ અને ઉદ્યોગોના ૨૦ લાખ બેરોજગાર ઉપરાંત નોટબંધી અને જીએસટીના કારણે બીજા ૧૦ લાખ જેટલા યુવાનો બેરોજગાર થયા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો