ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી ગયું : 26-05-2016
- ભાજપના મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલને પોતેજ સ્વીકારવુ પડ્યું કે, ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળી ગયું છે
- શિક્ષકો અને વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમિયાન ઉત્સવો અને ઉજવણીના તાયફાઓમાં રોકનાર ભાજપ સરકારે જ લેખન – વાંચન સહિતની ગુણવત્તા તળીયે લાવી દીધી છે – ડૉ. હિમાંશુ પટેલ
શિક્ષકો વિદ્યાર્થીઓને ખોટું વંચાવતા હોવાનો મુખ્યમંત્રીએ કરેલો સ્વિકાર એ છેલ્લા બે દસકામાં ગુજરાત રાજ્યમાં કથળી ગયેલા શિક્ષણની સાબિતી હોવાનું જણાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે કહ્યું છે કે, પ્રાથમિકથી લઇ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સેલ્ફ ફાઈનાન્સના નામે અસહ્ય ફી સાથે ખુલ્લી હાટડીયો ખોલનાર ભાજપ સરકારે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ભારે અહિત કર્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો