ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો બાદ પ્રેસ કોન્ફરન્સ : 10-11-2020

ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ”રાજ્યસભાની એક બેઠક માટે ભાજપની સત્તા લાલસાના કારણે ગુજરાતની જનતાના માથે આઠ વિધાનસભાની પેટા ચૂંટણી થોપવામાં આવી હતી. ગુજરાતના લોકો મંદી, મોંઘવારી, બેરોજગારી, બેકારી, ભૂખમરો અને મોંઘવારીથી ત્રસ્ત છે. 8 વિધાનસભા વિસ્તારના લોકો સાથે દ્રોહ કર્યો, ગદ્દારી કરી છે તેમને જનતા પાઠ ભણાવશે તેવી અપેક્ષા હતી પરંતુ ભાજપ સરકારની શામ, દામ, દંડ ભેદની નીતિ, સત્તાના દુરુપયોગ સામે લોકો ભાજપને પાઠ ભણાવવા મતદાન કરશે તેવી અપેક્ષા હતી પણ તેની સામે ગદ્દારી કરનારાઓનો વિજયી થયો છે, લોકશાહીમાં જનતા સર્વોપરી છે, જનતાએ પેટા ચૂંટણીમાં જે પણ જનાદેશ આપ્યો છે તેનો આદર સાથે સ્વીકારીએ છીએ

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note