ગુજરાતમાં વિધવા બહેનોને ૧૯૭૯ થી વિધવા સહાય આપવાની સામાજીક સુરક્ષા યોજના : 30-01-2022
ગુજરાતમાં વિધવા બહેનોને ૧૯૭૯ થી વિધવા સહાય આપવાની સામાજીક સુરક્ષા યોજનામાં છેલ્લા એક વર્ષમાં ત્રણ મહિના કે પાંચ મહિના સુધી વિલંબના કારણે અનેક વિધવા બહેનો – તેના પરિવારોને જીવન નિર્વાહમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ઉત્સવો – તાયફાઓ અને જાહેરાતોમાં કરોડો રૂપિયા વેડફી દેનાર ભાજપા સરકાર વિધવા બહેનોને સમયસર સહાય ચુકવે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નિરાધાર વિધવા પેન્શન યોજના હેઠળ બહેનો અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનો કે જે પરિવારમાં જીવન જીવતા બહેનોને સહાય આપવાની યોજના અસ્તિત્વમાં છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં અનેક પરિવારો આર્થિક રીતે તકલીફનો સામનો કરી રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો