ગુજરાતમાં રસ્તા, બ્રિજ, કેનાલ, કોઝવેની ખરાબ હાલત માટે કમલમનું કમિશન જવાબદારઃ અમિત ચાવડા

ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકારની કામગીરી અને રાજ્યમાં પુલની ખરાબ હાલ પર સવાલ ઉઠાવીને કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કમલમ સામે પણ આંગળી ચીંધી છે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર આરોપો લગાવ્યા છે. તેમણે ભાજપના ત્રણ દાયકાના શાસન પછી પણ રસ્તા, બ્રિજો, કેનાલો, કોઝવે ની હાલત શું છે? એકવાર પડેલા વરસાદ પછી પણ કોઈ પણ રોડ રસ્તા પર ખાડો ના પડે તેવો રોડ બનાવવા સરકાર સક્ષમ નથી. તેવા આરોપ કર્યા છે. અમિત ચાવડાએ કહ્યું કે, ભાજપ સરકારના ત્રણ દાયકાનો ભ્રષ્ટાચાર ક્યાંક બ્રિજમાં ગાબડા સ્વરૂપે અને રસ્તામાં ખાડાના રૂપે, ભૂવા સ્વરૂપે ગુજરાતની જનતા સામે ઉજાગર થઇ રહ્યો છે.

હાલમાં જ મોરબીમાં થયેલી દુખ:દ ઘટનામાં જે બ્રીજ તૂટ્યો તેમાં 135થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, તાપી જીલ્લામાં મીઢોળા નદી પર બનાવેલો બ્રીજ તૂટ્યો, સુરતમાં 110 કરોડના ખર્ચે બનેલા અન્ડરપાસ બ્રિજમાં ગાબડા પડ્યા, સાથેસાથે સુરતમાં બીજા એક બ્રિજનો સ્લેબ તુટ્યો, અમદાવાદની વાત કરીએ તો હાટકેશ્વર બ્રિજમાં કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો એ આપણે સૌ જાણીએ છીએ, આખો બ્રીજ તોડી પાડવાના આદેશો કરવા પડ્યા, વડોદરામાં અટલ બ્રિજની સેફટી વોલ તૂટી ગઈ, સાબરમતી નદી ઉપર 75 કરોડના ખર્ચે બનાવેલા અટલ બ્રીજ પરના ગ્લાસ પર તિરાડ પડી, જેને મોદીજીના હાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આવા અનેક દાખલા આપણી સામે મોજુદ છે.

https://gujarati.news18.com/news/ahmedabad/amit-chavda-raise-question-on-gujarat-govt-for-poor-infrastructures-tj-1472866.html