ગુજરાતમાં ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ કરતાં નિશિત વ્યાસે : 14-10-2015
ગુજરાતમાં ભાજપ સરકાર ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તાશ્રી નિશિત વ્યાસે જણાવ્યું છે કે, સરકારના હૈયે ખેડૂતોનું હિત હોત તો પાણી પત્રક દર વર્ષે નિયમિતરીતે ઉપલબ્ધ થઈ જતા હોત. આ પાણી-પત્રકો તૈયાર કરવાની જવાબદારી જેના શીરે છે તેવા તલાટી સંવર્ગની ખાલી જગ્યાઓ ગુજરાતની આ ભાજપ સરકારે ભરી નથી. રાજ્યમાં તલાટી સંવર્ગમાં પાંચ હજારથી વધુ જગ્યાઓ ખાલી છે અને ખેડૂતોને કેટલી મુશ્કેલી છે તેની સાચી હકીકતોથી સરકાર અજાણ છે. રાજ્યમાં ખેતીની જમીન ઘટી રહી છે. છતાં ઉત્પાદન અને આવકમાં વધારાના આભાસી ચિત્રો પ્રજા સમક્ષ ગુજરાત સરકાર મુકે છે. જે રીતે અને જે દરે મોંઘવારી વધે છે તે દરે ખેડૂતોને ટેકાના ભાવ મળે છે ખરા ? ખેડૂતોની આવક વધી છે અને અર્થતંત્ર મજબુત બન્યાની વાતો કરી દેશમાં તેમજ વિદેશમાં ભ્રામકતા ઉભી કરનાર આ ભાજપ સરકારને હવે લોકો ઓળખી ચુક્યા છે. કૃષિમાં વાવેતર વિસ્તાર ઘટ્યો છે, અને ઉત્પાદન પણ ઘટ્યું છે, તેમ છતાં જીડીપી દર વધ્યાની વાતો કોઈને ગળે ઉતરતી નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો