ગુજરાતમાં ભાજપ શાસનમાં શિક્ષણ ખાડે પડી ગયું : 15-07-2017
ગુજરાતમાં ભાજપ શાસનમાં શિક્ષણ ખાડે પડી ગયું છે. ત્યારે લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષણ ક્ષેત્રે ભાજપ સરકારના નવા નવા ફતવા અને નવા નવા પ્રયોગોથી હેરાન પરેશાન થઈ ગયા છે. ભાજપ સરકાર દ્વાર વિદ્યાર્થીઓ –વાલીઓના હિતમાં કોઈ નક્કર કામગીરી કરવાના બદલે પોતાના મળતીયાઓના હિતમાં નિર્ણયો લેવામાં આવે છે. સંચાલકો દ્વારા કરવામાં આવતી ઉઘાડી લૂંટ ગેરકાયદેસર ઉઘરાવવામાં આવતી ડોનેશન કે પીટીશન ફી, એન્જીનિયરીંગ, મેડીકલ, પેરા મેડીકલ કોલેજો દ્વારા ઉઘરાવવામાં આવતી ગેરકાયદેસર ઉંચી ફી, રીફંડ આપવામાં ઠાગાઠૈયા ફરજીયાત ટ્યુશન, શાળ-કોલેજોમાં શિક્ષકો અધ્યાપકોની અછતથી શિક્ષણ ઉપર પડતી માઠી અસર શાળાઓમાંથી યુનિફોર્મ, ચોપડી વગેરેની ફરજીયાત ખરીદી વગેરે પ્રશ્નો અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એ.આઈ.સી.સી. ના મંત્રીશ્રી દિપકભાઈ બાબરીયાના નેતૃત્વમાં વાલીઓને પરવડે તેવી ફી અને ગુણવત્તાયુક્ત શિક્ષણના અધિકાર સાથેના અન્ય નાગરિક અધિકાર અભિયાન શરૂ કરવામાં આવેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો