ગુજરાતમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ કથળી, 60 ટકાથી લઈ 90 ટકા બેઠકો ખાલી રહી : 31-01-2019
- ગુજરાતમાં પ્રોફેશનલ કોર્ષની સ્થિતિ કથળી, 60 ટકાથી લઈ 90 ટકા બેઠકો ખાલી રહી
- 2 લાખ 22 હજાર સીટો માંથી 1 લાખ 10 હજાર સીટો જ ભરાઈ
- પ્રોફેશનલ કોર્ષની 1 લાખ 13 હજાર સીટો ખાલી
- સરકારી બેઠકોમાં વધારો ન કરી સરકાર પીપીપી ધોરણે ઉદ્યોગપતિઓને હવાલે ટેકનીકલ શિક્ષણ સોંપવા જઈ રહી છે
રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. જેનું ઉદાહરણ રાજ્યમાં વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી રહેલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્ષની 90 ટકાથી લઈ 35 ટકા સુઘી બેઠકો ખાલી રહી છે. રાજ્યમાં એન્જીનીયરીંગ, ફાર્મસી,એમબીએ-એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જીનીયરીંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની 222667 જેટલી સીટો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 222667 માંથી માંડ 109724 જેટલી બેઠકો જ ભરાઈ છે. જ્યારે 1લાખ 12 હજાર 943 બેઠકો ખાલી રહી છે. આમ પ્રોફેશનલ કોર્ષની ઓવર રોલ 49 ટકા બેઠકો જ ભરાઈ છે જ્યારે 51 ટકા બેઠકો ખાલી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો