ગુજરાતમાં તાજેતરમાં ૧૦ હજાર જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી : 23-12-2021
ગુજરાતમાં તાજેતરમાં ૧૦ હજાર જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં વિજેતા સરપંચો – ઉમેદવારોને ખુબ ખુબ અભિનંદન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા સરપંચ અને ઉમેદવારો પોતાની ક્ષમતા અનુસાર ગ્રામ પંચાયતના વિકાસમાં મહત્વનો ફાળો આપશે. ૫૦ ટકાથી વધુ ગ્રામ પંચાયતોમાં કોંગ્રેસ સમર્થક ઉમેદવારોની જીત થઈ છે. તમામ ચૂંટાયેલા સરપંચો, ગ્રામ પંચાયતના સુંદર નિર્માણ થી ગુજરાત રાજ્યના નવનિર્માણ માટે મહત્વનો પાયો નાખશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો