ગુજરાતમાં ચૂંટણી આવે અને શાંતિ સદભાવનાના વાતાવરણને ડહોળવાની બનતી : 13-04-2022

ગુજરાતમાં ચૂંટણી આવે અને શાંતિ સદભાવનાના વાતાવરણને ડહોળવાની બનતી ઘટનાઓમાં ભાજપ રાજકીય લાભ ખાટવાની નીતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી શાંતિ-સદભાવનાનું વાતાવરણ ટકી રહે તેવી કાર્યવાહી જરૂરી છે. રામનવમીના દિવસે હિંમતનગરમાં નીકળેલી શોભાયાત્રા પર થયેલા પત્થરમારો, ધાર્મિક સ્થળો પર હુમલા, કરોડો રૂપિયાના માલ-મિલકતને સળગાવાની વગેરે ઘટનાઓ ગુજરાત માટે ચિંતાજનક છે જેની કોંગ્રેસ પક્ષ કડક શબ્દોમાં નિંદા કરે છે. ભાજપની સરકાર નિષ્ફળ જાય ત્યારે જનતાનું ધ્યાન ભટકાવવા એનકેન પ્રકારે એવા બનાવો સામે આવે છે, હિંસાના બનાવો બનતા હોય છે જેથી મુળ મુદ્દાથી જનતાનું ધ્યાન ભટકી જાય.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note