ગુજરાતમાં ગુનાખોરી વધી છે છતાં પોલીસને આધુનિક બનાવવાના 32 કરોડ વપરાયા નહીં
ગુજરાતમાં ગુનાખોરી વધી છે છતાં પોલીસને આધુનિક બનાવવાના 32 કરોડ વપરાયા નહીં
કેન્દ્રની ગ્રાન્ટ બેન્કમાં મૂકી અને ટેન્ડરોમાં મળતિયાઓને લાભ આપી પોલીસને પછાત રાખવાનું કારણ શું છે તેની મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરવી જોઇએ: કોંગ્રેસ
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જાય છે ત્યારે પોલીસના આધુનિકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલા 32 કરોડ રૂપિયા વપરાયા વિનાના પડી રહ્યાં છે. પોલીસનું અનેક વખત મનોબળ તોડનારી ગુજરાત સરકારને પોલીસના આધુનિકરણની પડી જ નથી તેવો આક્ષેપ કરી કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસે કહ્યું હતું કે ગુજરાત સરકાર યુપીએ સરકારની ગ્રાન્ટ પણ વાપરી શકતી ન હતી અને હવે મોદી સરકારની ગ્રાન્ટ પણ વાપરતી નથી.
વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે મુખ્યમંત્રી ગુજરાતની તિજોરીમાંથી રૂપિયાનો ધુમાડો કરે છે પરંતુ કેન્દ્રની ગ્રાન્ટમાં ઉમેરવાનો થતો રાજ્યનો હિસ્સો ઉમેરી શકતા નથી. ગૃહ વિભાગનો કેબિનેટ હવાલો મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખ્યો છે પરંતુ કોઇ રાજકીય સલાહકારના અભાવે કેન્દ્રની કેટલી ગ્રાન્ટ લેપ્સ જાય છે તેની સરકારને પરવા નથી. 32 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ગુજરાત સરકારે બેન્કમાં મૂકી દીધી પણ તે પોલીસની સહાય માટે નહીં વાપરીને ગુનાહિત બેદરકારી દાખવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો