ગુજરાતમાં કડક દારૂબંધી નહીં થાય તો હજી પણ અમે અચાનક જનતા રેડ કરી આંદોલન કરીશું

આજ તારીખ 9-8-2015 ના રોજ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી સોનલબેન પટેલની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે દારૂ-જુગારના અડ્ડાબંધ કરવાની નિષ્ફળતા માટે જવાબદાર ગૃહમંત્રીના રાજીનામુ માંગવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તે સમયે શ્રી સોનલબેન પટેલ જણાવ્યું કે, અગાઉ બે-ત્રણ દિવસ પહેલા પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા મહિલા કોંગ્રેસ 9મી ઓગષ્ટે ગુજરાતમાં દારૂ-જુગારના ધમધમતા અડ્ડા ઉપર જનતા રેડ કરેલી જાહેરાતના પગલે ડરી ગયેલી ભાજપ સરકારે પોતાની છત્ર છાયામાં ધમધમતા દારૂ-જુગારના અડ્ડાને જનતા રેડમાં પકડાય નહીં તે રીતે સગે વગે કરવા પોલીસ માર્ગદર્શિકા માં 6 ઓગષ્ટે એવી સુચના આપી કે, જે તે વિસ્તારમાંથી જનતા રેડમાં દારૂ –જુગારના અડ્ડા પકડાશે તે વિસ્તારના પોલીસ અધિકારી જવાબદાર થશે.

શ્રી સોનલબેને જણાવ્યું કે, આ પરથી જ સમજી શકાય છે કે, ભાજપ સરકારની મિલીભગત હોય તો જ આટલું સહેલાઈથી ગુજરાતમાં દારૂ આવી શકે હવે પોતાના ખોટા કામ પ્રજા સમક્ષ ન આવે તેથી બચવા પોલીસ અધિકારી ઉપર જવાબદારી નાંખી દીધી અને અડ્ડા ચલાવનારને ભૂગર્મમાં ધકેલી દેવાની કામગીરી કરી છે. સોનલબેન પટેલે જણાવ્યું કે, તેથી આજે અમે આ દારૂ-જુગારના અડ્ડા કાયમી ધોરણે બંધ કરાવવા તથા જે રીતે અત્યાર સુધી દારૂ-જુગારના અડ્ડા ચાલુ રહ્યાં તે ભાજપ સરકારની નિષ્ફળતાના ભાગરૂપે ગૃહમંત્રીનું રાજીનામું માંગતુ આવેદનપત્ર કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યું છે, જો આ બાબતે યોગ્ય પગલા નહી લેવાય  અને ગુજરાતમાં કડક દારૂબંધી નહીં થાય તો હજી પણ અમે અચાનક જનતા રેડ કરી આંદોલન કરીશું. આ કાર્યક્રમમાં પ્રદેશ તથા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં શહરેના કાર્યકરશ્રીઓ તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note

આવેદન પત્ર
Avedan Patra