ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત આપવાની કોંગ્રેસની માગણી

કોંગ્રેસે રાજ્ય સરકાર પાસે માગણી કરી છે કે ગુજરાતમાં વરસાદ ખેંચાઈ જતાં ચોમાસુ નિષ્ફળ ગયું છે. ચાલુ વર્ષે ૫૦ ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. જે વરસાદ પડયો તે પણ એકસાથે પડયો છે, તબક્કાવાર વરસાદ ન થવાથી ખેડૂતોનો પાક બળી ગયો છે. જેના કારણે ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ સ્થિતિ જોતા ગુજરાત સરકારે તાત્કાલિક ગુજરાતને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી જરૂરી રાહતના પગલાં શરૂ કરી દેવા જોઈએ.

પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું છે કે ભાજપની સરકારને ખેડૂતોની કોઈ ચિંતા જ ન હોય તેવી સ્થિતિ જોવા મળે છે. રાજ્યમાં ઊભી થયેલી પરિસ્થિતિ અંગે સરકારે પોતે જ વહીવટી નિર્ણયો તાત્કાલિક લેવા જોઈતા હતા. પરંતુ સરકાર ખેડૂતોની ઉપેક્ષા કરી તેમને રામભરોસે છોડી રહી છે.
રાહતનાં પગલાં માટે કોંગ્રેસની માગણીઓ

http://www.sandesh.com/article.aspx?newsid=3133326