ગુજરાતની જનતા અતિ વરસાદથી ત્રસ્ત છે ત્યારે ભાજપની આખી સરકાર કોંગ્રેસને તોડવામાં વ્યસ્ત છે. : 27-07-2017

ગુજરાતની જનતા અતિ વરસાદથી ત્રસ્ત છે ત્યારે ભાજપની આખી સરકાર કોંગ્રેસને તોડવામાં વ્યસ્ત છે. ગુજરાતમાં ન કલ્પી શકાય તેવી તારાજી અને અતિશય કપરી પરિસ્થિતિ જનતા માટે ઉભી થઈ છે.  અતિવૃષ્ટિના કારણે લાખો નાગરિકો જ્યારે બેઘર થયા હોય, અબજો રૂપિયાની સંપતિનું નુક્શાન થયું હોય,  ત્યારે સત્તા લાલચુ ભાજપ લાંબા સમયથી કાવત્રામાં વ્યસ્ત હોય તેવું સ્પષ્ટ થાય છે. ત્યારે ભાજપનો અસલી ચહેરો ગુજરાતની જનતા સમક્ષ ખુલ્લો પડ્યો છે તેવું જાહેર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકો પરિવર્તન ઈચ્છી રહ્યાં છે. ત્યારે ભાજપ સત્તા ટકાવવા માટે કાવાદાવા, કાવત્રા અને અનૈતિક પધ્ધતિઓનો આશરો લઈ રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note