ગુજરાતના 13 મંદિરોમાં દલિતોને પ્રવેશ નહીં, વિધાનસભામાં સરકારની કબૂલાત

આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગાંધીના ગુજરાતમાં છૂત-અછૂતની પ્રથા ચાલી રહી છે. ગુજરાતના 13 મંદિરોમાં દલિતોને પ્રવેશ ન મળ્યો હોવાની કબૂલાત આજે સરકારે વિધાનસભામાં કરી છે.
 રાજ્યના કયા વિસ્તારોમાં આવેલા છે આ મંદિરો?
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય  શૈલેષ પરમારે પૂછેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહમંત્રી રજની પટેલે કબૂલાત કરી હતી કે, રાજ્યમાં અનુસુચિત જાતિના લોકોને મંદિરમાં પ્રવેશ ન આપવાના 13 કિસ્સા છેલ્લા પાંચ વર્ષમાં બન્યા છે. આ 13 મંદિરોમાં ભરૂચના 3, અમદાવાદ રૂરલના 1, આણંદના 2, મહીસાગરના 1, દેવભૂમિ દ્વારકાના 1, ગીર-સોમનાથના 2, પોરબંદરના 2 અને બનાસકાંઠાના 1 મંદિરનો સમાવેશ થાય છે.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-1260647-NOR.html