ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તેમની બંધારણીય જવાબદારી યાદ કરાવતા ડૉ. મનિષ દોશી : 16-03-2021
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ટ્વીટ કરીને GCA ના પદાધિકારી અને શ્રી જય શાહનો આભાર માને તે અંગે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને તેમની બંધારણીય જવાબદારી યાદ કરાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના ટ્વીટ થી મુખ્યમંત્રીશ્રી તેમની બંધારણીય જવાબદારી નીભાવવામાં કમજોર સાબિત થયા છે તે દુઃખની બાબત છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી એટલા નબળા / કમજોર થઈ ગયા કે જય શાહને ધન્યવાદ આપવા પડે છે કે દર્શકોને સ્ટેડીયમમાં જવા પર રોક લગાવવા માટે ? આપ, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી છો, આપનું કર્તવ્ય છે સ્થિતિનું આકલન કરી એમને આદેશ આપવાનો એમનો આદેશ લેવાનો નહિ. ભાજપ સરકારે લોકતંત્રની સ્થિતિ કેવી બનાવી દીધી છે ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો