ગુજરાતના માનવીનું આરોગ્ય એકદમ કથળ્યું હોવાની વિગતો જાહેર કરતાં ડૉ. મનિષ દોશી : 29-05-2018

ભાજપ સરકારના ભ્રષ્ટ આરોગ્ય તંત્ર અને લાભાર્થી ઉદ્યોગપતિને સોંપાયેલ જી.કે.જનરલ હોસ્પિટલમાં છેલ્લા ૧૭ દિવસમાં ૨૬ થી વધુ નવજાત શિશુના મોત અંગે ગંભીરતાથી તપાસ કરવાને બદલે ઉદ્યોગગૃહ, ઉદ્યોગપતિ અને હોસ્પિટલ સત્તાધીશોને બચાવવા માટે ગાંધીનગરના ઈશારે કામગીરી થઈ રહી છે. હજુ તો ૨૬ નવજાત શિશુના મોતના પુરેપુરો તપાસ અહેવાલ જાહેર થાય તે પહેલા ઉદ્યોગગૃહ સંચાલિત હોસ્પિટલ સત્તાધીશોએ જાતેજ ક્લીન ચીટ મળી ગયાની જાહેરાત કરી દીધી છે. જે દર્શાવે છે કે, કઈ કક્ષાએથી સમગ્ર બાબતમાં ઢાંકપીછોડો થઈ રહ્યો છે. ભાજપના શાસનમાં મૂડિપતિઓની તિજોરીનું આરોગ્ય હજારો ગણુ સુધર્યું છે, પરંતુ ગુજરાતના માનવીનું આરોગ્ય એકદમ કથળ્યું હોવાની વિગતો જાહેર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note