ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલના દુઃખદ નિધન અંગે શોકાંજલિ : 29-10-2020

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી કેશુભાઈ પટેલના દુઃખદ નિધન અંગે શોકાંજલિ પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સ્વ. કેશુભાઈ પટેલ ગુજરાતના જાહેરજીવનમાં વર્ષો સુધી કાર્યરત રહીને ગુજરાતની ઉત્તમ સેવા કરી. ગુજરાતે એક મહાન રાજનેતા ગુમાવ્યા છે. તેમનું સમગ્ર જીવન ગુજરાતની સેવા માટે સમર્પિત હતું. વિવિધ સામાજિક – શૈક્ષણીક સંસ્થાઓને તેમને માર્ગદર્શન પુરૂ પાડીને સંસ્થાઓના નિર્માણ માટે અમૂલ્ય યોગદાન આપ્યું. પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે તેવી પ્રાર્થના.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note