ગુજરાતના “નવસર્જન” માટે પ્રજાજનો કોંગ્રેસને મતદાન થકી આર્શીવાદ આપશે : ભરતસિંહ સોલંકી 21-11-2015
લોકશાહી પરંપરામાં ચૂંટણી એક પર્વ છે. ગુજરાતના 6 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી એ ગુજરાતના “નવસર્જન” માટે પ્રજાજનો કોંગ્રેસને મતદાન થકી આર્શીવાદ આપશે તેવા વિશ્વાસ સાથે અપીલ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના સિદ્ધાંત અને વિચારધારાના કેન્દ્રબિંદુમાં પ્રજાહિત રહેલું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા હંમેશા પ્રજાજનોની ખુશી અને સમૃદ્ધિ માટે કામગીરી કરવામાં આવે છે. ગુજરાતના સર્જનમાં કોંગ્રેસ પક્ષ દ્વારા 1960 થી 1990 દરમિયાન પાયાનું યોગદાન આપવામાં આવ્યું હતું ફરી એક વખત શહેરોના સતુંલિત વિકાસ, શહેરી નાગરિકોની સુખાકારી સાથે પાયાની સુવિધાઓ સાથે ગુજરાતના “નવસર્જન” માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. આ ચૂંટણીમાં મતદાન થકી પ્રજાજનો કોંગ્રેસ પક્ષને ‘આર્શીવાદ’ આપે એવી મારી પ્રાર્થના છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો