ગુજરાતના તમામ નાગરિકો અને પોલીસ જોગ અહેમદ પટેલે કરી શાંતિની અપીલ
ગુજરાતમાં તા.૨૫ ઓગસ્ટની ઘટના બાદ ઊભી થયેલી અશાંત પરિસ્થિતિ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા એહમદ પટેલે ચિંતાની લાગણી વ્યક્ત કરી છે. તેમણે ગુજરાતમાં તમામ સમુદાયના લોકોને શાંતિ અને સદભાવ જાળવવા અપીલ કરી છે. એહમદ પટેલે આશા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકાર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં લેવા માટે સત્વરે પગલા ભરે.
પોલીસ કર્મીઓને અપીલ કરતાં એહમદ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ સ્થિતિ સ્થાપી શકાય તે માટે પોલીસ તરફથી થતો અત્યાચાર તાકીદે બંધ થવો જોઈએ. પોલીસ પણ સંયમપૂર્ણ વર્તે એ ગુજરાતની શાંતિ માટે અતિઆવશ્યક છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3116477