ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પર જુતું ફેંકીને આક્રોશ વ્યક્ત કરવાની પધ્ધતિ લોકતંત્ર માટે યોગ્ય નથી. : 02-03-2017
ભાજપ સરકારની ભ્રષ્ટ નિતીથી ગુજરાતના યુવાનોનો રોષ વ્યાજબી છે પણ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પર જુતું ફેંકીને આક્રોશ વ્યક્ત કરવાની પધ્ધતિ લોકતંત્ર માટે યોગ્ય નથી. તેવી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ભ્રષ્ટ નિતીરીતી, સરકારી ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર, ભાજપ સરકારની યુવા વિરોધી અને અહંકારી – તાનાશાહી વલણથી રાજ્યના તમામ સમાજના યુવાનોમાં આક્રોશ અને અંજપો છે ભાજપ સરકારની ભ્રષ્ટ નિતીથી ગુજરાતના યુવાનોનો રોષ વ્યાજબી છે પણ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પર જુતું ફેંકીને આક્રોશ વ્યક્ત કરવાની પધ્ધતિ લોકતંત્ર માટે યોગ્ય નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો