ગામડામાં વીજળી, ઇન્ટરનેટ વિના કોશલેસની વાતો વાહિયાતઃ શશી થરૃર

– જૂનાગઢની શૈક્ષણિક સંસ્થામાં પૂર્વકેન્દ્રિય મંત્રીએ કર્યું સંબોધન

– દેશમાં નોટબંધીએ કેન્દ્ર સરકારનું વિચાર વગરનું અને આયોજન વગરનું પગલું

કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયની પૂર્વકેન્દ્રિય  મંત્રી શશી થરૃરે આકરી ટીકા કરતા આજે જૂનાગઢમાં જણાવ્યું હતું કે વિચાર અને આોજન કર્યા વિનાના આ અણઘડ નિર્ણય બાદ હવે કેસલેસની વાતો પણ વાહિયાત છે કારણ કે અનેક ગામોમાં હજુ વીજળી અને ઈન્ટરનેટની સુવિધા નથી.

જૂનાગઢમાં આવેલી ડો. સુભાષ એકેડમીના વાર્ષિકોત્સવ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી શશી થરૃર ઉપસ્થિત રહ્યા હતા. અને તેઓએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત સહિત દેશના ૨૮ રાજ્યમાં દીકરા-દીકરી જન્મદરની અસમાનતા છે. તે દેશ માટે ચિંતાજનક બાબત છે.

આ સમસ્યા માટે આપણે સૌ જવાબદાર છીએ. તેઓએ કન્યા કેળવણી પર ભાર મુકાત જણાવ્યું હતું કે આપણો મંત્ર શિક્ષિત ગર્લ્સનોહોવો જોઇએ મહિલાઓ પર થતા અત્યાચાર બાબતને પણ સમસ્યા ગણાવી હતી. તેના ઉકેલ માટે શાળાઓમાં જ મુલ્ય આધારિત શિક્ષણ આપી મહિલાઓને વધુ માન આપવું જોઇએ.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/rajkot/rajkot-electricity-in-the-villages-talking-kosalesani-internet-vahiyatah-shashi-tharrra