ગાંધી વિચારના પ્રચાર – પ્રસારના કાર્યમાં દરેક ભારતીયને જોડાવવાનો અધિકાર. : 12-03-2021

  • ૧૨મી માર્ચના ઐતિહાસીક દિવસે ‘‘દાંડીયાત્રા – ખેડૂત સત્યાગ્રહ’’ ગાંધીજીની વિચારધારાને રોકવાનો ભાજપા શાસકોનો પ્રયાસ અંગ્રેજોના શાસનને શરમાવે તેવો.
  • ગાંધી વિચારના પ્રચાર – પ્રસારના કાર્યમાં દરેક ભારતીયને જોડાવવાનો અધિકાર.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત દાંડી યાત્રાની આગલી રાતથી જ કોંગ્રેસપક્ષના ધારાસભ્યશ્રીઓને એમ.એલ.એ. ક્વાર્ટસ તથા પોતાના નિવાસ સ્થાનોએ નજર કેદ કરવામાં આવ્યા. દાંડી યાત્રા – ખેડૂત સત્યાગ્રહમાં જોડાનાર ટ્રેક્ટરોની હવા કાઢી નાખવામાં આવી, ખેડૂતોની અટકાયત કરી દેવામાં આવી, કોઈપણ ભોગે કોંગ્રેસ પક્ષ આયોજીત દાંડી યાત્રાને રોકવા કોંગ્રેસ ભવનની ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. ભાજપ સરકારે પોલીસના દમ પર કોંગ્રેસના ધારાસભ્યો, કાઉન્સીલરો, આગેવાનો અને કાર્યકરો ઉપર જોર – જુલમ અને અત્યાચાર ગુજાર્યો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

MD PRESS _ 12-3-2021