ગાંધી નિર્વાણ દિને કોંગ્રેસ રાજ્‍યભરમાં પ્રાર્થના સભા યોજાશે.

૩૩ જિલ્લા, આઠ મહાનગરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રાર્થના સભા યોજાશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મૌલિન વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે, ૩૦મી જાન્‍યુઆરીના રોજ રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીનો નિર્વાણ દિન છે ત્‍યારે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્‍યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકા વિસ્‍તારમાં પ્રાર્થના સભાનું યોજાશે. મહાત્‍મા ગાંધીના સિદ્ધાંતો અને ગાંધી મૂલ્‍યોથી નવી પેઢી ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનો વાકેફ થાય તે સમયની માંગ છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ગાંધી નિર્વાણ દિનના કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ-વાલીઓ અને ખાસ કરીને યુવાનો જોડાય તે દિશામાં નિતિ કરેલ છે.

http://www.akilanews.com/28012016/gujarat-news/1453998818-41853