ગાંધીનગર – સેવાદળ દ્વારા જનસંવેદના પદયાત્રા : 25-03-2016
- ગુજરાતની રાજધાની ગાંધીનગર એટલે ભાજપ સરકારની માત્ર જાહેરાતો અને પોતાની સ્વપ્રસિધ્ધી અને ભ્રષ્ટાચારથી ગાંધીનગરની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.
- પ્રજાના પ્રશ્નોને વાચા આપવા શહેર કોંગ્રેસ સમિતિ અને સેવાદળ દ્વારા જનસંવેદના પદયાત્રાનો આજથી પ્રારંભ. – નવસર્જન ગાંધીનગર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે, પ્રજા માટે અચ્છે દિન લાવવાના અનેક વાયદા સાથે આવેલી મોદી સરકાર તેમના છેલ્લા ૨૦ વર્ષના શાસનકાળ દરમ્યાન પ્રજા માટે અચ્છે દિન તો દુર બુરે દિન આવ્યા હોય તેમ લાગે છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પ્રજા પોતાના પ્રાથમિક અને જીવન જરૂરિયાતના પ્રશ્નો-સમસ્યાઓ વર્તમાન ભાજપ સરકાર દ્વારા કોઈ ઉકેલ આવેલ નથી અને પ્રજાની સમસ્યાઓ ઉકેલવાના બદલે ભાજપ સરકાર માત્ર જાહેરાતો અને પોતાની સ્વપ્રસિધ્ધી અને ભ્રષ્ટાચારથી ગાંધીનગરની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો