ગાંધીજીની હત્યાના નિવેદન પર સંઘની માફી નહીં માગું : રાહુલ
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીની હત્યા પાછળ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)નો હાથ હોવાના પોતાના નિવેદન સામે ખેદ વ્યક્ત કરવાનો ઇન્કાર કરી દીધો છે. રાહુલ ગાંધીએ આ મુદ્દે સુપ્રીમ કોર્ટની સલાહ ફગાવતા પોતાના નિવેદન પર ખેદ વ્યક્ત કરવા અને માફી માગવાનો ઇનકાર કર્યો છે. રાહુલે કરેલા આ નિવેદન સામે ભિવંડીની કોર્ટે તેમની સામે વોરંટ બહાર પાડયો હતો, જો કે રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે આ અરજી પર રોક લગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે રાહુલને સલાહ આપી હતી કે આ અદાલતમાં એવા ઘણા કેસોનો આધાર રાખીને તેમની સામે માનહાનિનો દાવો ચાલી શકે છે તેથી રાહુલ આ મુદ્દે ખેદ વ્યક્ત કરી લે પરંતુ રાહુલે ખેદ વ્યક્ત કરવાનો ઇનકાર કરી દીધો હતો
http://www.sandesh.com/article.aspx?newsid=3180998